ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્રો વિષે માની લેવા બાબત - કલમ : 87

ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્રો વિષે માની લેવા બાબત

વિરૂધ્ધનું પુરવાર થાય તે સિવાય ન્યાયાલયે એવું માની લેવું જોઇશે કે સબસ્ક્રાઇબર દ્રારા પ્રમાણપત્રનો સ્વીકાર કરવામાં આવેલ હોય તો ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર માં યાદી થયેલ માહિતી ખરી છે સિવાય કે સબસ્ક્રાઇબરની માહિતી તરીકે નિદિષ્ટ માહિતી કે જેની ખરાઇ થયેલ ન હોય.