વિદેશના ન્યાયિક રેકડૅની પ્રમાણિત નકલો વિશે માની લેવા બાબત - કલમ : 88

વિદેશના ન્યાયિક રેકડૅની પ્રમાણિત નકલો વિશે માની લેવા બાબત

(૧) ભારત બહારના કોઇ દેશના કોઇ ન્યાયિક રેકડૅની પ્રમાણિત નકલ હોવાનું અભિપ્રેત હોય તેવો કોઇ દસ્તાવેજ જો તે દેશમાં ન્યાયિક રેકડૅની નકલોને પ્રમાણિત કરવા માટે સામાન્યપણે વપરાતી રીતે તરીકે જેને કેન્દ્ર સરકારના તે દેશમાંના કે તે દેશ માટેના કોઇ પ્રતિનિધિએ પ્રમાણિત કરી હોય એ તે રીત મુજબ પ્રમાણિત થયાનું અભિપ્રેત થતું હોય તો તે દસ્તાવેજ ખરો અને ભુલ વિનાનો છે એમ ન્યાયાલય માની લઇ શકશે.

(૨) ભારતની બહાર હોય તેવા પ્રદેશ કે સ્થળ અંગે જે સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ (સન ૧૮૯૭નો ૧૦મો) ની કલમ-૩ના ખંડ (૪૩) માં વ્યાખ્યા કર્યા પ્રમાણે પોલિટીકલ એજન્ટ હોય તેવા અધિકારી તે પ્રદેશ અથવા સ્થળથી બનતા તે દેશના અને તે માટે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે એમ ગણાશે.