પુસ્તકો નકશા અને ચાટૅ વિશે માની લેવા બાબત - કલમ : 89

પુસ્તકો નકશા અને ચાટૅ વિશે માની લેવા બાબત

કોઈ જાહેર કે સામાન્ય હિતની બાબતોની માહીતી માટે ન્યાયાલય જેનો ઉપયોગ કરે તેવું કોઇ પુસ્તક અથવા જેમાંના કથનો પ્રસ્તુત હકીકતો હોય એવો પ્રસિધ્ધ થયેલો અને તેના નિરીક્ષણ માટે રજુ થયેલો કોઈ નકશો કે ચાટૅ જે વ્યકિતથી અને જે સમયે અને સ્થળે તે લખાયાનું અને પ્રસિધ્ધ થયાનું અભિપ્રેત થયું હોય તેના દ્રારા અને તે સમયે અને સ્થળે તે લખાયેલ અને પ્રસિધ્ધ થયેલ છે એમ ન્યાયાલય માની લઇ શકશે