
ત્રીસ વષૅ જુના દસ્તાવેજો વિશે માની લેવા બાબત
ત્રીસ વષૅ જુનો હોવાનું અભિપ્રેત હોય તેવો અથવા ત્રીસ વષૅ જુનો હોવાનું સાબિત થયેલ હોય તેવો કોઇ દસ્તાવેજ કોઇ ખાસ દાખલામાં ન્યાયાલય યોગ્ય ગણે એવા હવાલામાંથી રજુ કરવામાં આવે ત્યારે તે દસ્તાવેજ ઉપરની સહી અને તેનો બીજો ભાગ જે ખાસ વ્યકિતના હસ્તાક્ષરમાં હોવાનું અભિપ્રેત હોય તે વ્યકિતના હસ્તાક્ષરમાં છે અને કરી આપેલા કે શાખવાળા દસ્તાવેજના દાખલામાં જેમણે તે કરી આપ્યાનું અને તેના ઉપર શાખ કયૅાનું અભિપ્રેત થતું હોય તે વ્યકિતઓએ તે દસ્તાવેજ વિધિસર કરી આપ્યો છે અને તે ઉપર શાખ કરી છે એમ ન્યાયાલય માની લઇ શકશે.
સ્પષ્ટીકરણ.- કલમ-૮૦નુ સ્પષ્ટીકરણ આ કલમને પણ લાગુ પડે છે.
Copyright©2023 - HelpLaw