પાંચ વષૅ જુના ઇલેકટ્રોનિક રેકડૅસ વિશે માની લેવા બાબત - કલમ : 93

પાંચ વષૅ જુના ઇલેકટ્રોનિક રેકડૅસ વિશે માની લેવા બાબત

પાંચ વષૅ જુનો હોવાનું અભિપ્રેત હોય તેવો અથવા પાંચ વષૅ જુનો હોવાનું સાબિત થયેલ હોય તેવો કોઇ ઇલેકટ્રોનિક રેકડૅ કોઇ ખાસ દાખલામાં ન્યાયાલય યોગ્ય ગણે એવા હવાલામાંથી રજુ કરવામાં આવે ત્યારે તે ઇલેકટ્રોનિક રેકડૅ ઉપર કોઇ ખાસ વ્યકિતની ઇલેકટ્રોનિક સહી હોવાનું અભિપ્રેત થતું હોય તે ઇલેકટ્રોનિક સહી તેના દ્રારા અથવા આ અથૅ તેના દ્રારા અધિકૃત કરેલી કોઇ વ્યકિત દ્રારા લગાવવામાં આવેલ હતી એમ ન્યાયાલય માની લઇ શકશે. સ્પષ્ટીકરણ.- કલમ-૮૧નુ સ્પષ્ટીકરણ આ કલમને પણ લાગુ પડે છે.