મૌખિક કબુલાતનો પુરાવો નહિ લેવા બાબત - કલમ : 95

મૌખિક કબુલાતનો પુરાવો નહિ લેવા બાબત

એવા કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની બીજી વ્યવસ્થા અથવા જેને દસ્તાવેજના રૂપમાં લખી લેવાનું કાયદા મુજબ આવશ્યક હોય તેવી કોઇ બાબતની વિગતો કલમ-૯૪ અનુસાર સાબિત થઇ હોય ત્યારે તે વિગતોનું ખંડન કરવા તેમા ફેરફાર વધારો કે ઘટાડો કરવા તે લેખના પક્ષકારો અથવા તેમના હિત પ્રતિનિધિઓ વચ્ચેની કોઇ મૌખિક કબુલાત અથવા કથનનો કોઇ પુરાવો ગ્રાહ્ય થઇ શકશે નહિ.

પરંતુ કોઇ દસ્તાવેજ બીન કાયદેસર બનાવે તેવી હકીકત અથવા દસ્તાવેજ સબંધી હુકમનામું કે હુકમ મેળવવામાં કોઇ વ્યકિતને હકદાર બનાવે તેવી હકીકત સાબિત કરી શકાશે જેમ કે કપટ ધમકી ગેરકાયદેસરતા વિધિસર ન થયાની હકીકત કરારના કોઇ પક્ષકારની કરાર કરવાની અસમથૅતા અવેજનો અભાવ કે નિષ્ફળતા અથવા હકીકતની કે કાયદાની ભુલ

વધુમાં જે વિશે દસ્તાવેજમાં કશો ઉલ્લેખ ન હોય અને જે તેની વિગતો સાથે અસંગત ન હોય એવી કોઇ બાબત વિષેની કોઇ જુદી મૌખિક કબુલાતનું અસ્તિત્વ સાબિત કરી શકાશે આ પરંતુક લાગુ પડે છે કે નહિ તે વિચારતી વખતે ન્યાયાલયે તે દસ્તાવેજ કેટલે અંશે નિયમસરનો છે તે ધ્યાનમાં રાખવુ જોઇશે.

વળી એવા કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થા હેઠળ કોઇ જવાબદારી જોડવા માટેની પુવૅ શરત રૂપે કોઇ અલગ મૌખિક કબુલાતનું અસ્તિત્વ સાબિત કરી શકાશે.

વળી આવા કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થા કાયદા મુજબ લેખિત હોવાનું આવશ્યક હોય અથવા દસ્તાવેજો રજીસ્ટર કરાવવા વિષે તે સમયે અમલમાં હોય તે કાયદા અનુસાર તે રજિસ્ટર કરાવેલા હોય તે સિવાયના દાખલાઓમાં એવા કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થાને રદ કરવા અથવા તેમા ફેરફાર કરવાનો પછીથી થયેલો કોઇ અલગ મૌખિક કરાર સાબિત કરી શકાશે.

વળી કોઇ કરારમાં સ્પષ્ટ રીતે દશૅાવેલી ન હોય તેવી આનુષંગિક બાબતો તે પ્રકારના કરારો સાથે જે રિવાજ કે રૂઢિના લીધે રાબેતા મુજબ જોડવામાં આવતા હોય તે સાબિત કરી શકાશે. 

વળી આવી અનુષંગિક બાબતોનું જોડાણ તે કરારની સ્પષ્ટ વિગતોથી વિરૂધ્ધનુ કે અસંગત હોવું જોઇએ નહિ. વળી કોઇ દસ્તાવેજની ભાષા વિધમાન હકીકતો સાથે કઇ રીતે સબંધ ધરાવે છે તે દશૅ વાવનારી હકીકત સાબિત કરી શકાશે.