કેટલીક વ્યકિતઓ પૈકી એક જ વ્યકિતને લાગુ પડી શકે તેવી ભાષા લાગુ પાડવા વિશે પુરાવો - કલમ : 99

કેટલીક વ્યકિતઓ પૈકી એક જ વ્યકિતને લાગુ પડી શકે તેવી ભાષા લાગુ પાડવા વિશે પુરાવો

હકીકતો એવી હોય કે વપરાયેલી ભાષા કેટલીક વ્યકિતઓ અથવા વસ્તુઓ પૈકી કોઇ એકને લાગુ પાડવાનો ઇરાદો હોઇ શકે અને એકથી વધુને લાગુ પાડવાનો ઇરાદો હોઇ શકે નહિ ત્યારે તે વ્યકિતઓ અથવા વસ્તુઓ પૈકી કોને તે લાગુ પાડવાનો ઇરાદો હતો તે દર્શાવતી હકીકતોનો પુરાવો આપી શકાશે.