સાબિતીનો બોજો - કલમ : 104

સાબિતીનો બોજો

જે કોઇ એમ ઇચ્છતો હોય કે તેણે પ્રતિપાદિત કરેલી હકીકતોની સાબિતીના અસ્તિત્વ ઉપર આધારિત કોઇ કાયદેસરના હક અથવા જવાબદારી વિષે કોઇ બીજું ન્યાયાલય ફેંસલો આપે તો તેણે સાબિત કરવું પડશે કે તે હકીકતો અસ્તિત્વમાં છે અને કોઇ વ્યકિત કોઇ હકીકતનું અસ્તિત્વ સાબિત કરવા બંધાયેલી હોય ત્યારે સાબિતીનો બોજો તે વ્યકિત ઉપર છે એમ કહેવાય.