આરોપીનો કેસ અપવાદોમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો - કલમ : 108

આરોપીનો કેસ અપવાદોમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો

કોઇ વ્યકિત ઉપર ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય ત્યારે તે કેસને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ માં કોઈ સામાન્ય અપવાદોમાં અથવા તે સંહિતાના કોઇ બીજા ભાગમાં અથવા તે ગુનાની વ્યાખ્યા કરતા કોઇ કાયદામાં હોય તેવા ખાસ અપવાદ અથવા પરંતુક લાવનારા સંજોગોનું અસ્તિત્વ સાબિત કરવાનો બોજો તે વ્યકિત ઉપર છે અને ન્યાયાલયે એવા સંજોગોનો અભાવ માની લેવો જોઇશે.