સાત વષૅ સુધી જેના ખબર અંતર ન મળ્યા હોય તે વ્યકિત હયાત છે એ વાત સાબિત કરવાનો બોજો - કલમ : 111

સાત વષૅ સુધી જેના ખબર અંતર ન મળ્યા હોય તે વ્યકિત હયાત છે એ વાત સાબિત કરવાનો બોજો

જયારે કોઇ વ્યકિત હયાત છે કે મૃત્યુ પામી છે એવો પ્રશ્ન હોય અને સાબિત થયું હોય કે હયાત હોત તો જે વ્યકિતઓને તેના ખબર અંતર સ્વાભાવિક રીતે મળ્યા હોત તેમને સાત વષૅ સુધી તેના ખબર અંતર મળ્યા નથી તો તે હયાત છે એવું સાબિત કરવાનો બોજો તે હયાત હોવાનું પ્રતિજ્ઞાપુવૅક કહેનારી વ્યકિત ઉપર આવે છે.