માલિકી વિશે સાબિતીનો બોજો - કલમ : 113

માલિકી વિશે સાબિતીનો બોજો

જે વસ્તુ કોઇ વ્યકિતના કબ્જામાં હોવાનું દર્શાવવામાં આવ્યુ હોય તેનો તે માલિક છે કે નહિ એ પ્રશ્ન હોય ત્યારે તે તેનો માલિક નથી એવું સાબિત કરવાનો બોજો તે માલિક નથી એમ પરતિજ્ઞાપુવૅક કહેનારી વ્યકિત ઉપર છે.