અમુક ગુનાઓ અંગે માની લેવા બાબત - કલમ : 115

અમુક ગુનાઓ અંગે માની લેવા બાબત

(૧) કોઇ વ્યકિત ઉપર

(એ) અવ્યવસ્થા સમાવી દેવાની અને જાહેર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની તથા જાળવવાની જોગવાઇ કરતા તે સમયે અમલમાં હોય તેવા કોઇ અધિનિયમ હેઠળ અશાંત વિસ્તાર તરીકે જાહેર કરેલા કોઇ વિસ્તારમાં

(બી) એક મહિનાથી વધુ સમય સુધી જેમાં જાહેર શાંતિને વ્યાપક પ્રમાણમાં ખલેલ પહોંચી હોય તેવા વિતારમાં પેટા કલમ

(૧)માં નિદિષ્ટ કોઇ ગુનો કયૅત્ર હોવાનો આરોપ હોય ત્યારે અને એવું દર્શાવવામાં આવે કે સશસ્ત્ર દળોના અથવા જાહેર શાંતિ જાળવવાની જવાબદારી જેમના ઉપર હોય તે દળોના સભ્યો પોતાની ફરજો અદા કરતા હોય ત્યારે તેમના ઉપર હુમલો કરવા માટે અથવા તેમને અટકાવવા માટે તે સ્થળે અથવા તે સ્થળેથી જયારે અગ્નિશસ્ત્રો અથવા સ્ફોટક પદાથોનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વખતે એવી વ્યકિત તે સમયે એવા વિસ્તારમાં હતી ત્યારે વિરૂધ્ધનુ દશૅવાવવામાં આવે તે સિવાય એવી વ્યકિતએ એવો ગુનો કર્યોૌ હોવાનું માની લેવામાં આવશે.

(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખલા ગુનાઓ નીચે પ્રમાણે છે.

(એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૪૭ કલમ-૧૪૮ કલમ-૧૪૯ અથવા કલમ-૧૫૦ હેઠળનો ગુનો

(બી) ગુનાહિત કાવતરૂ અથવા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૪૯ અથવા કલમ-૧૫૦ હેઠળનો ગુનો કરવાની કોશિશ અથવા તેમાં મદદગારી