લગ્નજીવન દરમ્યાન થયેલ જન્મ ઔરસતાની નિણૅભાયક સાબિતી છે - કલમ : 116

લગ્નજીવન દરમ્યાન થયેલ જન્મ ઔરસતાની નિણૅભાયક સાબિતી છે

કોઇ વ્યકિતનો જન્મ તેની માતા અને કોઇ પુરૂષ વચ્ચે કાયદેસર લગ્નજીવન ચાલુ હોય તે દરમ્યાન અથવા તેમના લગ્નવિચ્છેદ પછી તેની માતા અપરિણિત રહી હોય અને બસો એંસી દિવસની અંદર થયો હોવાની હકીકત તે વ્યકિત તે પુરૂષનો ઔરસ બાળક હોવાની નિણૅાયક સાબિતી છે સિવાય કે એમ દશૅાવી શકાતું હોય કે લગ્નના પક્ષકારો તે વ્યકિતનું ગર્ભધાન શકય બન્યુ હોય એવા કોઇ સમયે એકીબજાના સમાગમમાં આવ્યા નહોતા.