પરિણિત સ્ત્રીઓએ કરેલા આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવા બાબત - કલમ : 117

પરિણિત સ્ત્રીઓએ કરેલા આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવા બાબત

કોઈ સ્ત્રીએ આપઘાત કર્યા હોય તેમાં તેના પતિએ અથવા તેના પતિના કોઇ સગાએ મદદગારી કરી હતી કે કેમ એવો પ્રશ્ન હોય અને એવું દર્શાવવામાં આવે કે તેણીનું લગ્ન થયાની તારીખથી સાત વષૅની મુદતની અંદર તેણીએ આપઘાત કયો છે અને તેણીના પતિએ અથવા તેણીના પતિના એવા સગાએ તેણી ઉપર ક્રુરતા આચરી હતી તો ન્યાયાલય કેસના બીજા તમામ સંજોગો ધ્યાનમાં લઇને એવા આપઘાતમાં તેણીના પતિએ અથવા તેણીના પતિના એવા સગાએ મદદગારી કરી હોવાનું માની લઇ શકશે.