દહેજ મૃત્યુ અંગે અનુમાન - કલમ : 118

દહેજ મૃત્યુ અંગે અનુમાન

કોઇ વ્યકિતએ કોઇ સ્ત્રીનું દહેજ મૃત્યુ નિપજાવ્યુ છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય અને તેના મૃત્યુ અગાઉ એવું જણાય કે દહેજ અંગેની કોઇ માંગણી માટે અથવા તેના સબંધમાં આવી વ્યકિતએ આવી સ્ત્રી પ્રત્યે ક્રુરતા આચરી હતી અથવા ત્રાસ આપ્યો હતો ત્યારે ન્યાયાલય અનુમાન કરશે કે આવી વ્યકિતએ દહેજ મૃત્યુ નિપજાવ્યું છુ.