
કેટલીક હકીકતોનું અસ્તિત્વ ન્યાયાલય માની લઇ શકશે
(૧) અમુક કેસની હકીકતો પરત્વે કુદરતી બનાવો માનુષી વતૅન અને જાહેર અને ખાનગી કામકાજના સ્વાભાવિક ક્રમને ધ્યાનમાં લેતા જે હકીકત બની હોવાનો સંભવ છે એમ પોતે માને તેનું અસ્તિત્વ ન્યાયાલય માની લઇ શકશે.
(૨) ન્યાયાલય પોતાની સમક્ષ હોય તે કેસમાં આવાં સુત્રો લાગુ પડે છે કે નહી તેની વિચારણા કરતા નીચેની હકીકતો પણ ધ્યાનમાં લેશે.
Copyright©2023 - HelpLaw