બળાત્કારની અમુક ફોજદારી કાયૅવાહીમાં સંમતિની ગેરહાજરી વિશે માની લેવા બાબત - કલમ : 120

બળાત્કારની અમુક ફોજદારી કાયૅવાહીમાં સંમતિની ગેરહાજરી વિશે માની લેવા બાબત

ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪ની પેટા કલમ (૨) હેઠળની ફોજદારી કાયૅવાહીમાં જયારે આરોપી દ્રારા જાતિય સંભોગ કયો હોવાનું સાબિત થાય અને એવો પ્રશ્ન હોય કે જેની ઉપર બળાત્કાર થયો હોવાનું કહેવાતું હોય તેવી સ્ત્રીની સંમતિ સિવાય કરવામાં આવેલ છે કે કેમ અને તેવી સ્ત્રી તેણીના પુરાવામાં ન્યાયાલય સમક્ષ એવું જણાવે કે તેણીએ સંમતિ આપી ન હતી તો ન્યાયાલયે માની લેવું જોઇશે કે તેણીએ સંમતિ આપી ન હતી.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં જાતિય સંભોગ નો અથૅ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૬૩માં જણાવ્યા પ્રમાણે કરવામાં આવશે.