
ભાડુતને અને કબ્જેદાર વ્યકિતના લાઇસન્સદારને પ્રતિબંધ
સ્થાવર મિલકતના કોઇ ભાડુતને અથવા તેની મારફત મળેલા હક ઉપરથી દાવો કરનારી વ્યકિતને ભાડુત હક ચાલુ હોય તે દરમ્યાન અથવા ત્યાર પછી કોઇપણ સમયે તે ભાડુતના ઘરધણીને ભાડુત હક શરૂ થયો છે તે સમયે તે સ્થાવર મિલકત પરત્વે હક હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ અને કબ્જેદાર વ્યકિતના લાઇસન્સથી કોઇ સ્થાવર મિલકત ઉપયોગમાં લેનાર કોઇ વ્યકિતને તે લાઇસન્સ આપવામાં આવ્યું તે સમયે તે કબ્જેદાર વ્યકિતને એવો કબ્જા હક હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ.
Copyright©2023 - HelpLaw