વિનિમયપત્ર સ્વીકારનારને નિક્ષેપધારીને કે લાઇસન્સદારને પ્રતિબંધ - કલમ : 123

વિનિમયપત્ર સ્વીકારનારને નિક્ષેપધારીને કે લાઇસન્સદારને પ્રતિબંધ

વિનિમયપત્રના કોઇ સ્વીકારનારને તે લખી આપનારને લખવાનો કે તેના ઉપર શેરો કરવાનો અધિકાર હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ તેમજ કોઇ નિક્ષેપધારી અથવા લાઇસન્સદારને તેના નિક્ષેપક અથવા લાઇસન્સ આપનારને નિક્ષેપ અથવા લાઇસન્સ શરૂ થયું ત્યારે તે નિક્ષેપ કરવાનો કે લાઇસન્સ આપવાનો અધિકાર હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ.

સ્પષ્ટીકરણ ૧.- જેણે તે લખેલું હોવાનું અભિપ્રેત થતું હોય તે વ્યકિતએ ખરેખર તે વિનિમયપત્ર લખ્યો છે એ વાતનો વિનિમય પત્ર સ્વીકારનાર ઇન્કાર કરી શકશે.

સ્પષ્ટીકરણ ૨.- (૨) કોઇ નિક્ષેપધારી નિક્ષેપ કરેલા માલની નિક્ષેપક સિવાયની વ્યકિતને ડીલીવરી આપે તો એ વ્યકિત નિક્ષેપકની વિરૂધ્ધ તે માલ પરત્વે હક હતો એમ તે સાબિત કરી શકશે.