શાબ્દીક વાતચીત કરવા માટે અસમથૅ સાક્ષી - કલમ : 125

શાબ્દીક વાતચીત કરવા માટે અસમથૅ સાક્ષી

બોલી શકતો ન હોય તેવો સાક્ષી પોતાનો પુરાવો સમજાવી શકે એવા લખાણ અથવા ઇશારા જેવી અન્ય કોઇ રીતે પુરાવો આપી શકશે પણ એવું લખાણ ખુલ્લા ન્યાયાલયમાં લખવું પડશે અને ઇશારા ખુલ્લા ન્યાયાલયમાં કરવા પડશે અને એ રીતે આપેલો પુરાવો મૌખિક પુરાવો છે એમ ગણાશે.

પરંતુ જો સાક્ષી શાબ્દિક વાતચીત કરી શકતો ન હોય તો ન્યાયાલયે નિવેદન નોંધતી વખતે અથૅઘટન કરનાર (દુભાષિયા) અથવા વિશેષ શિક્ષકની મદદ લેવી જોઇશે અને એવા નિવેદનની વિડિયોગ્રાફી કરવી જોઇશે.