ન્યાયાધીશો અને મેજીસ્ટ્રેટો - કલમ : 127

ન્યાયાધીશો અને મેજીસ્ટ્રેટો

પોતે જેના તાબામાં હોય એવા ન્યાયાલયના ખાસ હુકમ સિવાય કોઇ ન્યાયાધીશને કે મેજિસ્ટ્રેટને એવા ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ તરીકે ન્યાયાલયમાં તેના પોતાના વતૅન વિષે અથવા ન્યાયાલયમાં તેની જાણમાં આવેલી કોઇ બાબત વિષે કોઇ પ્રશ્રનનો જવાબ આપવાની ફરજ પાડી શકાશે નહિ પણ એ રીતે કાયૅ કરતા હોય ત્યારે તેમની હાજરીમાં બનેલી અન્ય બાબતો વિષે તેને તપાસી શકાશે.