લગ્નજીવન દરમ્યાન જણાવેલી બાબતો
પરિણીત કે પરિણીત રહી ચુકેલી વ્યકિતને જેની સાથે પોતે પરિણીત હોય અથવા પરિણીત રહી ચુકેલી હોય તે વ્યકિતને લગ્ન જીવન દરમ્યાન જણાવેલી બાબતો પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહિ તેમજ તેને પરિણીત વ્યકિતઓ વચ્ચેના દાવામાં અથવા એક પરિણીત વ્યકિત ઉપર તેણે બીજી વિરૂધ્ધ કરેલા ગુના માટે કામ ચાલતું હોય એવી કાયૅવાહીમાં પ્રગટ કરવાની હોય તે સિવાય એવી બાબત પ્રગટ કરવા દેવાશે નહિ સિવાય કે જેણે તે બાબત જણાવી હોય તે વ્યકિત અથવા તેના હિત પ્રતિનિધિએ તેમ કરવા સંમતિ આપી હોય.
Copyright©2023 - HelpLaw