રાજયના કામકાજ વિશે પુરાવો - કલમ : 129

રાજયના કામકાજ વિશે પુરાવો

લાગતાવળગતા ખાતાના વડા અધિકારીની પરવાનગી સિવાય કોઇ પણ વ્યકિતને રાજયના કામકાજ સબંધી અપ્રકાશિત રેકડૅમાંથી મળેલો પુરાવો આપવાની પરવાનગી આપી શકાશે નહિ પણ તે વડા અધિકારી પોતાને યોગ્ય લાગે તેમ એવી પરવાનગી આપી શકશે અથવા રોકી રાખી શકશે.