કાયદાના સલાહકારોને જણાવેલી ખાનગી બાબતો - કલમ : 134

કાયદાના સલાહકારોને જણાવેલી ખાનગી બાબતો

કોઇ વ્યકિતને તેની અને તેના કાયદાના સલાહકાર વચ્ચેની ખાનગી બાબતો ન્યાયાલય સમક્ષ પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહિ સિવાય કે તે પોતે સાક્ષી તરીકે જાતે આવે અને તેમ થાય ત્યારે તેણે આપેલા પુરાવાનો ખુલાસો કરવા માટે જણાવાનું ન્યાયાલયને જરૂરી જણાય તે જ બાબતો પ્રગટ કરવાની તેને ફરજ પાડી શકાશે પણ બીજી બાબતો નહિ.