
પક્ષકાર ન હોય તેવા સાક્ષીના સહપત્રો રજુ થવા બાબત
દાવાના પક્ષકાર ન હોય એવા કોઈ સાક્ષીને મિલકત સબંધી તેના હકપત્રો અથવા પોતે ગીરોદાર અથવા આડમાં લેનાર તરીકે જેની રૂએ કોઇ મિલકત ધરાવતા હોય તે દસ્તાવેજો અથવા તે રજુ કરવાથી તે ગુનામાં આવી જાય તેવો દસ્તાવેજ રજુ કરવાની ફરજ પાડી શકાય નહિ સિવાય કે એવા હકપત્રો રજુ કરવા માગતી વ્યકિત સાથે અથવા જેની મારફતે મેળવેલા હક ઉપરથી તે દાવો કરતી હોય તેની સાથે તેણે તે દસ્તાવેજો રજુ કરવાની લેખીત કબુલાત કરી હોય
Copyright©2023 - HelpLaw