બીજી કોઇ વ્યકિતના કબ્જામાં હોય જે રજુ કરવા ઇન્કાર કરી શકે છે તેવા દસ્તાવેજો અથવા ઇલેકટ્રોનિક રેકડૅસ રજુ થવા બાબત - કલમ : 136

બીજી કોઇ વ્યકિતના કબ્જામાં હોય જે રજુ કરવા ઇન્કાર કરી શકે છે તેવા દસ્તાવેજો અથવા ઇલેકટ્રોનિક રેકડૅસ રજુ થવા બાબત

કોઇપણ વ્યકિત તેના કબ્જામાં હોય તેવા દસ્તાવેજો અથવા તેના નિયંત્રણમાં હોય તેવા ઇલેકટ્રોનિક રેકડૅસ જે રજુ કરવા માટે અન્ય વ્યકિત જો તે તેના કબ્જામાં અથવા નિયંત્રણમાં હોય તો રજુ કરવા માટે ઇન્કાર કરવા હકકદાર હોત તેવી છેલ્લી વ્યકિત જયાં સુધી તેને રજુ કરવા માટે સંમતિ આપે નહિ ત્યાં સુધી રજુ કરવાની ફરજ પાડી શકાશે નહિ.