
જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણે સાક્ષીને જવાબ આપવામાંથી મુકિત મળે નહિ
કોઇ દાવામાં કે કોઇ દીવાની અથવા ફોજદારી કાયૅવાહીમાં વાદગ્રસ્ત હકીકત સાથે પ્રસ્તુત હોય એવી કોઇ બાબત વિષે પૂછેલા કોઇ સવાલનો જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે અથવા સીધી કે આડકતરી રીતે પોતે ગુનામાં આવી જાય તેમ છે અથવા તેથી પોતે કોઈ પ્રકારના દંડ કે જપ્તીને પાત્ર બનશે અથવા સીધી કે આડકતરી રીતે પાત્ર બને તેમ છે તે કારણે કોઇ સાક્ષીને જવાબ આપવામાંથી મુકત કરી શકાશે નહિ.
પરંતુ જે જવાબ આપવની કોઇ સાક્ષીને ફરજ પાડવામાં આવી હોય તેનાથી તે ધરપકડ કે ફોજદારી કાયૅવાહીને પાત્ર બનશે નહિ અથવા તે જવાબ આપીને ખોટો પુરાવો આપવા માટેની ફોજદારી કાયૅવાહી સિવાય કોઇ ફોજદારી કાયૅવાહીમાં તેના વિરૂધ્ધ તે સાબિત કરી શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw