
પુરાવાની ગ્રાહ્યતા વિષે ન્યાયાધીશે નિણૅય કરવા બાબત
(૧) બેમાંથી કોઇ પક્ષકાર કોઇ હકીકતનો પુરાવો આપવા માંગે ત્યારે ન્યાયાધીશ પુરાવો આપવા માંગતા પક્ષકારને પુછી શકશે કે કહેવાતી હકીકત સાબિત થાય તો તે શી રીતે પ્રસ્તુત બનશે અને તે હકીકત સાબિત થાય તો પ્રસ્તુત બનશે એવું ન્યાયાધીશને લાગે તો તે પુરાવો લેશે અને ન લાગે તો પુરાવો લેશે નહિ.
(૨) સાબિત કરવા ધારેલી હકીકત એવી હોય કે જેનો પુરાવો બીજી કોઇ હકીકતની સાબિતી ઉપરથી જ ગ્રાહ્ય થાય તો તે બીજી હકીકત પ્રથમ જણાવેલી હકીકતનો પુરાવો આપતાં પહેલા સાબિત કરવી પડશે. સિવાય કે પક્ષકાર એવી હકીકતની સાબિતી આપવાનું માથે લે અને ન્યાયાલયને તેથી સંતોષ થાય.
(૩) એક કહેવાતી હકીકતની પ્રસ્તુતતા બીજી કહેવાતી હકીકતના પ્રથમ સાબિત થવા ઉપર આધાર રાખતી હોય ત્યારે ન્યાયાધીશ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તે બીજી હકીકત સાબિત થાય તે પહેલા પ્રથમ હકીકતનો પુરાવો આપવાની પરવાનગી આપી શકશે અથવા તે પ્રથમ હકીકતનો પુરાવો આપવામાં આવે તે પહેલા તે બીજી હકીકતનો પુરાવો આપવામાં આવે એવું ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw