તપાસવાનો ક્રમ
(૧) સાક્ષીઓની પ્રથમ સર તપાસ કરવામાં આવશે (પછી પ્રતિપક્ષી ઇચ્છે તો) તેની ઊલટ તપાસ કરવામાં આવશે. (પછી જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર ઇચ્છે તો) તેની ફેર તપાસ કરવામાં આવશે.
(૨) સર તપાસ અને ઊલટ તપાસ પ્રસ્તુત હકીકતો સબંધી હોવી જોઇશે પણ ઊલટ તપાસ સાક્ષીએ તેની સર તપાસમાં જેની સાક્ષી આપી હોય તે હકીકતો પુરતી મર્યાદિત રાખવી જરૂરી નથી.
(૩) ફેર તપાસનું લક્ષ્ય ઊલટ તપાસમાં ઉલ્લેખેલી બાબતોનો ખુલ્લાસો કરવાનું હોવું જોઇશે અને ન્યાયાલયની પરવાનગીથી ફેર તપાસમાં નવી બાબત દાખલ કરવામાં આવી હોય તો પ્રતિપક્ષી તે બાબત ઉપર વધુ ઊલટ તપાસ કરી શકશે.
Copyright©2023 - HelpLaw