દસ્તાવેજ રજુ કરવા માટે બોલાવેલા સાક્ષીની ઉલટ તપાસ - કલમ : 144

દસ્તાવેજ રજુ કરવા માટે બોલાવેલા સાક્ષીની ઉલટ તપાસ

કોઇ દસ્તાવેજ રજુ કરવા માટે ન્યાયાલયે બોલાવેલી વ્યકિત પોતે તે દસ્તાવેજ રજુ કરે તેટલા ઉપરથી જ સાક્ષી બની જતી નથી અને તેને સાક્ષી તરીકે બોલાવવામાં આવે નહિ ત્યાં સુધી તેની ઊલટ તપાસ કરી શકાય નહિ.