
સુચક પ્રશ્નો
(૧) પ્રશ્ન પુછનારી વ્યકિત પોતે મેળવવા ચાહતી હોય અથવા જેની અપેક્ષા રાખતી હોય તેવો જવાબ સુચવતા પ્રશ્નને સુચક પ્રશ્નો પૂછી શકાશે નહિ.
(૨) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં અથવા ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય સુચક પ્રશ્નો પુછી શકાશે નહિ.
(૩) પ્રાસ્તાવિક કે બિન-તકરારી હોય અથવા જે ન્યાયાલયના અભિપ્રાય મુજબ પૂરતી રીતે સાબિત થઇ ચુકી હોય તેવી બાબતો વિષે ન્યાયાલય સુચક પ્રશ્નો પુછવાની પરવાનગી આપશે.
(૪) ઊલટ તપાસમાં સુચક પ્રશ્નો પૂછી શકાશે.
Copyright©2023 - HelpLaw