લેખિત બાબતો વીશે પુરાવો - કલમ : 147

લેખિત બાબતો વીશે પુરાવો

કોઇ પણ સાક્ષીને તપાસ ચાલતી હોય ત્યારે એમ પૂછી શકાશે કે જેના વિષે પુરાવો આપી રહ્યો છે એવો કોઇ કરાર ગ્રાન્ટ કે મિલકતની બીજી કોઇ વ્યવસ્થા કોઇ દસ્તાવેજની અંદર કરવામાં આવી છે કે નહિ અને તે કહે કે તેમ થયું હતુ તો અથવા ન્યાયાલયના અભિપ્રાય મુજબ રજુ કરવો જોઇએ એવા કોઇ દસ્તાવેજના મજકૂર વિષે તે કંઇક કથન કરવા જતો હોય તો તે દસ્તાવેજનો ગૌણ પુરાવો આપવા હકદાર બનાવતી હકીકતો સાબિત કરવામાં આવે નહિ ત્યાં સુધી પ્રતિપક્ષી એવો પુરાવો આપવા સામે વાંધો ઉઠાવી શકશે.

સ્પષ્ટીકરણ.- દસ્તાવેજોના મજકૂર વિષે બીજી વ્યકિતઓએ કરેલા કથનો પ્રસ્તુત હકીકતો હોય ત્યારે કોઇ સાક્ષી તેનો મૌખિક પુરાવો આપી શકશે.