લખીને અગાઉ કરેલાં કથનો વિષે તપાસ કરવા બાબત - કલમ : 148

લખીને અગાઉ કરેલાં કથનો વિષે તપાસ કરવા બાબત

વિવાદાસ્પદ બાબતોને પ્રસ્તુત હોય તેવા પોતે લખીને કરેલા અથવા લેવાયેલા કથનો તેને બતાવ્યા કે સાબિત કર્યા સિવાય કોઇ સાક્ષીની ઊલટ તપાસ કરી શકાશે પણ તે લખાણથી તેનું ખંડન કરવાનો ઇરાદો હોય તો તે લખાણ સાબિત કરી શકાય તે પહેલા તે લખાણના જે ભાગો તેનું ખંડન કરવાના હેતું માટે વાપરવાના હોય તેના તરફ તેનું ધ્યાન દોરવું પડશે.