
ઊલટ તપાસમાં કાયદેસરના પ્રશ્નો
કોઇ સાક્ષીની ઊલટ તપાસ કરવામાં આવે ત્યારે આમાં અગાઉ ઉલ્લેખેલા એવા પ્રશ્નો ઉપરાંત કોઇપણ પ્રશ્નો પૂછી શકાશે કે જેનો આશય
(એ) તેનુ ખરાપણુ ચકાસવાનો હોય અથવા
(બી) તે કોણ છે અને તેની જીવનની સ્થિતિ શું છે તે જાણવાનો હોય અથવા
(સી) એવા પ્રશ્નોના જવાબ આપવાથી તે સીધી કે આડકતરી રીતે ગુનામાં આવી જાય તેવું હોય અથવા જેથી તે દંડ કે જપ્તીને પાત્ર થાય અથવા સીધી કે આડકતરી રીતે પાત્ર થવાનો સંભવ હોય તો પણ તેના ચારિત્ર્યને હાનિ પહોંચાડીને તેના ખરાપણાને ધકકો પહોંચાડવાનો હોય.
પરંતુ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪ કલમ-૬૫ કલમ-૬૬ કલમ-૬૭ કલમ-૬૮ કલમ-૬૯ કલમ-૭૦ અથવા કલમ-૭૧ હેઠળના ગુના અથવા એવો ગુનો કરવાની કોશિશ કે જયાં સંમતિનો પ્રશ્ન હોય ત્યાં પુરાવો પ્રસ્તુત કરવા કે ભોગ બનનારની ઉલટ તપાસમાં તેના સમાન્ય ચારિત્ર્ય અથવા ભોગ બનનારના કોઇ વ્યકિત સાથેના અગાઉના જાતિય અનુભવ બાબતે સંમતિ અથવા સંમતિની ગુણવતા પુરવાર કરવા માટેના સવાલો મુકવા પરવાનગી આપી શકાશે નહી
Copyright©2023 - HelpLaw