
પ્રશ્ન કયારે પૂછી શકાય અને જવાબ આપવની કયારે ફરજ પાડી શકાય તેનો ન્યાયાલયને નિણૅય કરવા બાબત
(૧) સાક્ષીના ચારિત્ર્યને હાનિ પહોંચાડીને તેના ખરાપણાને અસર કરવા પૂરતો હોય તે સિવાય દાવો કે કાયૅવાહીને અપ્રસ્તુત એવી બાબત સબંધમાં કોઇ પ્રશ્ન હોય તો સાક્ષીને તેનો જવાબ આપવાની ફરજ પાડવી કે નહિ તેનો નિણૅય ન્યાયાલય કરશે અને પોતાને યોગ્ય લાગે તો સાક્ષીને તે ચેતવણી આપી શકશે કે તે પ્રશ્નનો જવાબ આપવની તેની ફરજ નથી.
(૨) પોતાની વિવેકબુધ્ધિ વાપરવામાં ન્યાયાલય નીચેની બાબતો લક્ષમાં રાખશે જેવા
(એ) પ્રશ્નો એવા સ્વરૂપમાં હોય કે તેથી સૂચિત આક્ષેપનું ખરાપણુ તે સાક્ષીજેની સાહેદી આપતો હોય તે બાબતમાં તેની વિશ્વાસપાત્રતા વિશે ન્યાયાલયના અભિપ્રાયને ગંભીર રીતે અસર કરે તેમ હોય તો તે પ્રશ્નો ઉચિત છે.
(બી) પ્રશ્નો દ્રારા સૂચિત આક્ષેપ એટલા બધા વખત પહેલાની બાબતો સબંધી હોય અથવા એવા પ્રકારનો હોય કે તે આક્ષેપનું ખરાપણુ તે સાક્ષી તેની સાહેદી આપતો હોય તે બાબતમાં તેની વિશ્વાસપાત્રતા વિશે ન્યાયાલયના અભિપ્રાયને અસર ન કરે અથવા જૂજ પ્રમાણમાં અસર કરે તેમ હોય તો એવા પ્રશ્નો ઉચિત નથી.
(સી) સાક્ષીના ચારિત્ર્ય વિરૂધ્ધ કરેલા આક્ષેપોના મહત્વ અને તેની જુબાનીના મહત્વ વચ્ચે ઘણો ફેર હોય તો એવા પ્રશ્નો ઉચિત નથી.
(ડી) સાક્ષીના જવાબ આપવાના ઇન્કાર ઉપરથી ન્યાયાલયય પોતાને યોગ્ય લાગે તો એવું અનુમાન કરી શકશે કે જવાબ અપાયો હોત તો તે પ્રતિકુળ હોત.
Copyright©2023 - HelpLaw