વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નની બાબતમાં ન્યાયાલયની કાયૅરિતી - કલમ : 153

વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નની બાબતમાં ન્યાયાલયની કાયૅરિતી

પ્રશ્ન વાજબી કારણો વિના પૂછવામાં આવ્યો હતો એમ ન્યાયાલયનો અભિપ્રાય થાય અને જો તે પ્રશ્ન કોઇ વકીલે પૂછેલો હોય તો એવા વકીલ તેના વ્યવસાયના કામકાજ અંગે જેને અધીન હોય તે ઉચ્ચ અથવા બીજા સતાધિકારીને તે કેસની પરિસ્થિતિનો રીપોટૅ તે ન્યાયાલય કરી શકશે.