
ખરાપણું પરખવા માટે પૂછેલા પ્રશ્નોના જવાબનું ખંડન કરવા પુરાવા નહિ લેવા બાબત
તપાસમાં સાક્ષીને તેના ચારિત્ર્યને હાનિ પહોંચાડીને તેની વિશ્વાસપાત્રતાને ધકકો પહોંચાડતો હોય તેટલા પૂરતો જ પ્રસ્તુત હોય તેવો કોઇ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને તેણે જવાબ આપ્યોગ હોય ત્યારે તેનું ખંડન કરવા માટે કોઇ પુરાવો આપી શકાશે નહિ પણ તે ખોટો જવાબ આપે તો પાછળથી ખોટી જુબાની આપવા માટે તેના ઉપર ત્હોમત મુકી શકાશે.
અપવાદ ૧.- કોઇ સાક્ષીને પૂછવામાં આવે કે અગાઉ તેને કોઇ ગુના માટે દોષિત ઠરાવેલ છે કે નહિ અને તે ઇન્કાર કરે તો અગાઉ તે ગુનેગાર સાબિત થયો હતો તેનો પુરાવો આપી શકાશે અપવાદ ૨.- કોઇ સાક્ષીને તેની નિષ્ફળતા ઉપર આક્ષેપ મૂકતો હોવાનું જણાતો પ્રશ્ન પુછવામાં આવે અને જવાબમાં તે સૂચિત હકીકતોનો ઇન્કાર કરે તો તેનું ખંડન કરી શકાશે.
Copyright©2023 - HelpLaw