
પક્ષકારે પોતાના સાક્ષીને પૂછવાના પ્રશ્નો બાબત
(૧) સાક્ષીને બોલાવનાર વ્યકિતને પ્રતિપક્ષીથી ઊલટ તપાસમાં પૂછી શકાય તેવા પ્રશ્ન તે સાક્ષીને પૂછવાની ન્યાયાલય પોતાની વિવેકબુધ્ધિ અનુસાર પરવાનગી આપી શકશે.
(૨) આ કલમમાંનું કાંઇપણ પેટા કલમ (૧) હેઠળ પરવાનગી મળેલ વ્યકિતને એવા સાક્ષીના પુરાવાના કોઇપણ ભાગ ઉપર આધાર રાખવા બિનઅધીકૃત કરશે નહિ.
Copyright©2023 - HelpLaw