
સાક્ષીની વિશ્વાસપાત્રતા ઉપર આક્ષેપ મૂકવા બાબત
પ્રતિપક્ષી અથવા કોઈ સાક્ષીને બોલાવનાર પશ્કાર ન્યાયાલયની સંમતિથી તે સાક્ષીની વિશ્વાસપાત્રતા ઉપર નીચે જણાવેલી રીતે આક્ષેપ મૂકી શકશે.
(એ) જે વ્યકિતઓ એવી સાહેદી આપે કે સાક્ષી વિશે પોતાની જાણ ઉપરથી પોતે તેને ભરોંસાપાત્ર ન હોવાનું માને છે તે વ્યકિતઓની જુબાનીથી
(બી) તે સાક્ષીએ પોતાની જુબાની આપવા માટે લાંચ લીધી છે અથવા લાંચ લેવાનું સ્વીકાર્યુ છે તેને કોઇ બીજુ ગેરપ્રલોભન મળ્યુ છે તે વાતની સાબિતીથી
(સી) તેની જુબાનીના કોઇ ખંડનપાત્ર ભાગ સાથે અસંગત એવાં અગાઉના કથનોની સાબિતીથી
સ્પષ્ટીકરણ.- બીજો કોઇ સાક્ષી ભરોસાપાત્ર ન હોવાનું જણાવતા સાક્ષીએ તેની સર તપાસમાં તેની માન્યતાના કારણો આપવાની જરૂર નથી પણ તેની ઊલટ તપાસમાં તેની માન્યતાના કારણો વિશે તેને પૂછી શકાશે અને તે જવાબોનું ખંડન કરી શકાય નહિ જો કે તેણે ખોટા જવાબો આપ્યા હોય તો પાછળથી તેના ઉપર ખોટી જુબાની આપવા માટે તહોમત મૂકી શકાશે.
Copyright©2023 - HelpLaw