
જેનાથી પ્રસ્તુત હકીકતના પુરાવાનું સમથૅન થાય તેવા પ્રશ્નો ગ્રાહ્ય છે
જેનું સમથૅન કરવાનો ઇરાદો હોય તેવો સાક્ષી કોઇ પ્રસ્તુત હકીકતની જુબાની આપે ત્યારે ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે તે પ્રસ્તુત હકીકત બની તે સમયે અથવા તે સ્થળ પાસે તેના લક્ષ ઉપર આવેલા બીજા કોઇ સંજોગો સાબિત થાય તો તેથી તે સાક્ષી જે પ્રસ્તુત હકીકતની જુબાની આપે છે તેને સમથૅન મળશે તો તેને તેવી બાબતો વિશે પૂછી શકાશે.
Copyright©2023 - HelpLaw