કલમ-૨૬ અથવા કલમ-૨૭ હેઠળ પ્રસ્તુત હોય તેવા સાબિત થયેલા કથનના સબંધમાં કઇ બાબતો સાબિત કરી શકાશે - કલમ : 161

કલમ-૨૬ અથવા કલમ-૨૭ હેઠળ પ્રસ્તુત હોય તેવા સાબિત થયેલા કથનના સબંધમાં કઇ બાબતો સાબિત કરી શકાશે

કલમ-૨૬ અથવા કલમ-૨૭ હેઠળ પ્રસ્તુત હોય એવું કથન સાબિત કરવામાં આવે ત્યારે તે કથન કરનારી વ્યકિતને સાક્ષી તરીકે બોલાવવામાં આવી હોત અને તેણે ઊલટ તપાસમાં સૂચિત બાબત સાચી હોવાનો ઇન્કાર કયો હોત તો જે સાબિતકરી શકાઇ હોય તેવી તમામ બાબતો તે કથનનું ખંડન કરવા કે તેનુ સમથૅન કરવા માટે અથવા તે કથન કરનારી વ્યકીતની વિશ્વાસપાત્રતા સામે આક્ષેપ કરવાને અથવા તેને પુષ્ટિ આપવા માટે સાબિત કરી શકાશે.