
યાદદાસ્ત તાજી કરવા બાબત
(૧) કોઇ સાક્ષી તપાસ હેઠળ હોય ત્યારે જેના વિશે તેને પુછવામાં આવ્યું હોય તે વ્યવહાર થયો તે સમયે અથવા ન્યાયાલય માને કે એ સમયે તે વ્યવહાર તેની યાદદાસ્તમાં તાજો હોવાનો સંભવ હતો એવા ટૂંકાગાળા પછી પોતે કરેલું લખાણ જોઇને પોતાની યાદદાસ્ત તાજી કરી શકશે.
પરંતુ બીજી કોઇ વ્યકિતએ કરેલું અને ઉપર જણાવેલા સમય દરમ્યાન પોતે વાંચેલું લખાણ તેણે તે વાંચ્યુ ત્યારે તે ખરૂ હોવાનું જાણતો હોય તો તે સાક્ષી તેવું લખાણ પણ જોઇ શકશે.
(૨) કોઇ દસ્તાવેજ જોઇને કોઇ સાક્ષી પોતાની યાદદાસ્ત તાજી કરી શકતો હોય ત્યારે તે ન્યાયાલયની પરવાનગી લઇને એવા દસ્તાવેજની નકલ જોઇ શકશે.
પરંતુ ન્યાયાલયને મૂળ દસ્તાવેજ રજૂ ન કરવાનું પૂરતું કારણ છે એવી ખાતરી થવી જોઇશે.
વધુમાં કોઇ નિષ્ણાંત વ્યવસાય અંગેના ગ્રંથો જોઇને પોતાની યાદદાસ્ત તાજી કરી શકશે.
Copyright©2023 - HelpLaw