
કલમ-૧૬૨માં જણાવેલા દસ્તાવેજમાં દશૅાવેલી હકીકતોની સાહેદી આપવા બાબત
કલમ-૧૬૨ માં જણાવેલા કોઇ દસ્તાવેજમાં દર્શાવેલી હકીકતો તેમાં બરાબર લખી હોવાની કોઈ સાક્ષીને ખાતરી હોય તો તેને ખુદને તે હકીકતોનું ખાસ સ્મરણ ન હોય તો પણ તે સાક્ષી તે હકીકતો વિશે સાહેદી આપી શકશે.
Copyright©2023 - HelpLaw