યાદદાસ્ત તાજી કરવા વપરાયેલાં લખાણ વિશે પ્રતિપક્ષીનો હક - કલમ : 164

યાદદાસ્ત તાજી કરવા વપરાયેલાં લખાણ વિશે પ્રતિપક્ષીનો હક

આ કલમની તરત પહેલાની બે કલમોની જોગવાઇઓ હેઠળ જોવામાં આવેલુ કોઇ લખાણ પ્રતિપક્ષી માંગણી કરે તો રજુ કરીને તેને બતાવવું જોઇશે એવો પક્ષકાર પોતે ધારે તો તે ઉપરથી સાક્ષીની ઊલટ તપાસ કરી શકશે.