
દસ્તાવેજો રજૂ કરવા બાબત
(૧) કોઇ દસ્તાવેજ રજૂ કરવા બોલાવેલા સાક્ષીએ તે દસ્તાવેજ તેના કબ્જામાં કે અધિકારમાં હોય તો તે રજૂ કરવા સામે અથવા તેની ગ્રાહ્યતા સામે કોઇ વાંધો હોય તો પણ તે દસ્તાવેજ ન્યાયાલય સમક્ષ હાજર કરવો પડશે. પરંતુ ન્યાયાલય એવો કોઇ વાંધો કાયદેસરનો છે કે નહિ તેનો નિણૅય કરશે.
(૨) તે દસ્તાવેજ રાજયની બાબતોને લગતો ન હોય તો ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો તે દસ્તાવેજ તપાસી શકશે અથવા ગ્રાહ્ય છે કે નહિ તેનો પોતે નિણૅય કરી શકે તે માટે બીજો પુરાવો લઇ શકશે.
(૩) એવા હેતુ માટે કોઇ દસ્તાવેજનું ભાષાંતર કરાવવું જરૂરી હોય તો ન્યાયાલય યોગ્ય લાગે તો ભાષંતરકારને દસ્તાવેજનો મજકુર ગુપ્ત રાખવા આદેશ કરી શકશે સિવાય કે દસ્તાવેજ પુરાવામાં આપવાનો હોય અને તે ભાષાંતરકાર એવા આદેશોનો અનાદર કરે તો તેણે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૯૮ હેઠળ ગુનો કયો છે એમ ગણવામાં આવશે.
પરંતુ કોઇપણ કોટૅ મંત્રીઓ અને ભારતના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલ વિશેષાધિકાર સંવાદો તેની સમક્ષ રજૂ કરવા ફરમાવી શકશે નહી.
Copyright©2023 - HelpLaw