
પ્રશ્નો પૂછવાની કે રજૂ કરવાનો હુકમ કરવાની ન્યાયાધીશની સતા
પ્રસ્તુત હકીકતો બહાર લાવવા માટે અથવા તેની સાબિતી મેળવવા માટે ન્યાયાધીશ કોઇ સાક્ષીને પક્ષકારોને કોઇ હકીકત વિશે જરૂરી ગણે તે પ્રશ્ન કોઇપણ રૂપમાં કોઇપણ સમયે પૂછી શકાશે અને કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા હુકમ કરી શકશે અને બેમાંથી કોઇ પક્ષકાર કે તેમના પ્રતિનિધિઓ એવા પ્રશ્ન કે હુકમ સામે વાંધો લેવા તેમજ એવા કોઇ પ્રશ્નના પ્રત્યુતરમાં આપેલ જવાબ અંગે ન્યાયાલયની બજા સિવાય કોઇ સાક્ષીની ઊલટ તપાસ કરવા હકદાર થશે નહિ.
પરંતુ ફેંસલો આ અધિનિયમથી પ્રસ્તુત જાહેર કરવામાં આવેલી અને વિધિસર સાબિત થયેલી હકીકતો ઉપર આધારિત હોવાો જોઇશે.
વધુમાં પ્રતિપક્ષીએ પુછાવ્યો હોત અથવા દસ્તાવેજ મંગાવ્યો હોત અને જેનો જવાબ દેવાનો કે રજૂ કરવાનો ઇન્કાર કરવા કલમ-૧૨૭ થી ૧૩૬ બંને સહિતની કલમો હેઠળ હકદાર હોય તેવા સાક્ષીને એવા કોઇ પ્રશ્નોનો જવાબ દેવાની કે એવો દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડવા માટે આ કલમથી ન્યાયાધીશને અધિકાર મળે છે એમ ગણાશે નહીં તેમજ કલમ-૧૫૧ કે ૧૫૨ હેઠળ બીજી કોઇ વ્યકિત માટે જ પૂછવાનું ઉચિત ન ગણાય તેવો કોઇ પ્રશ્ન ન્યાયાધીશથી પૂછી શકાશે નહિ તેમજ આમા અગાઉ જણાવેલા અપવાદો કોઇ દસ્તાવેજના પ્રાથમિક પુરાવા વીના ચલાવી લઇ શકોશે નહિ.
Copyright©2023 - HelpLaw