
પુરાવાનો અનુચિત સ્વીકાર અથવા અસ્વીકાર કરવા માટે નવેસરથી ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત
પુરાવો સ્વીકારવાનું કે તેનો અસ્વીકાર કરવાનું ઉચિત ન હતુ એવો વાંધો જેની સમક્ષ લેવામાં આવે તે ન્યાયાલયને જો એમ લાગે કે જેની સામે વાંધો લેવામાં આવ્યો હતો અને તે સ્વીકારવામાં આવ્યો હતો તે પુરાવો ન હોત તો પણ થયેલ નિણૅયને વાજબી ઠરાવે તેવો બીજો પરૂતો પુરાવો હતો અથવા જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો તે પુરાવો લેવામાં આવ્યો હોત તો પણ તેથી નિણૅયમાં ફેર પડયો ન હોત તો કોઇ કેસમાં નવેસરથી ઇન્સાફી કાયૅવાહી કરવા માટે અથવા કોઇ નિણૅય કરાવવા માટે પુરાવો સ્વીકારવાનું કે તેનો અસ્વીકાર કરવાનું ઉચિત ન હતુ એટલું જ કારણ પૂરતું થશે નહી.
Copyright©2023 - HelpLaw