મિલકત વિરુદ્ધ ના ગુના ઓ - કલમ - 445

કલમ - ૪૪૫

ઘરફોડ કોઈ વ્યક્તિ ગુનો કરવા કે ગુનો કરીને બહાર નીકળવા માટે નીચેના પ્રકારે કૃત્ય કરે તો ઘરફોડ કહેવાય.સામાન્ય રોતે આવવા જવાના રસ્તેથી અપપ્રવેશ કરે કે બહાર નીકળે,ઘરનો રસ્તો કોઈ સાધનો વડે ખોલી નાખે,કોઈ તાળું ખોલીને પ્રવેશ કરે કે બળ,હુમલો કે ધમકી આપીને પ્રવેશ કરે અથવા બહાર નીકળે કે બંધ કરેલો રસ્તો ખોલીને પ્રવેશ કરે કે બહાર નીકળી જાય કે પોતે કોઈ રસ્તો બનાવીને બહાર નીકળી જાય તે ઘરફોડ કરી કહેવાય.