દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 463

કલમ - ૪૬૩

ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો.કોઈ વ્યક્તિને નુકશાન,હાની પહોંચાડવા અથવા હક દાવાનું સમર્થન કરવાના ઈરાદાથી અથવા કપટ કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ તૈયાર કરે કે ઈલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરે તો તેમણે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કર્યો કહેવાય.