દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 481

કલમ - ૪૮૧

ખોટી માલ નિશાનીનો ઉપયોગ કરવા બાબત.જે કોઈ વ્યક્તિ કોઈ જંગમ મિલકત કે માલ ઉપર અથવા માલ ભરેલી પેટી,પેકેજ અથવા બીજા પાત્ર ઉપર એવી નિશાની કરે કે જેથી તે નિશાનીવાળી મિલકત કે માલ અથવા તે નિશાની વાળા પત્રમાં ભરેલ મિલકત કે માલ જે વ્યક્તિનો ન હોય તેનો છે તેવું માનવાનો વ્યાજબી કારણ મળે તો તેણે ખોટી માલ નિશાની નો ઉપયોગ કર્યો કહેવાય.